કાર્યવાહી:જામનગરમાં બંધ પડેલું 2 માળનું જર્જરિત મકાન તંત્રએ તોડી પાડ્યું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિ પહેલા મકાનનું બેલું પડવાથી રાહદારીને ઇજા પહોંચી હતી

જામનગર શહેરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં મીઠાઇવાલાની પાછળ બે માળનું મકાન ઘણાં સમયથી બંધ હોય જર્જરિત થયું હતું. જેના માલિકનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. બે દિવસ પહેલા મકાન પાસેથી રાહદારી પસાર થતાં મકાનનું બેલું પડતા તેને ઇજા થઇ હતી. શુક્રવારે વરસાદ દરમ્યાન કાંગરા પડયા હતાં. આથી મહાપાલિકાના કન્ટ્રોલરૂમમાં રહેવાસીઓેએ ફરિયાદ કરી હતી. આથી મનપાની એસ્ટેટ શાખાએ શનિવારે બે માળનું જર્જરિત મકાન તોડી પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...