તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:જામનગરમાં માથાભારે શખ્સને ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીની અટકાયત કરી ભાવનગર જિલ્લામાં મૂકી આવી

જામનગર શહેરના રાજનગર વિસ્તારના માથાભારે શખ્સને તડીપાર કરવા માટે મેજિસ્ટ્રેટ સામે સીટી બી ડિવિઝન દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેને મંજૂર કરવામાં આવી છે. અને પોલીસ દ્વારા તેની અટકાયત કરીને ભાવનગર જીલ્લા જેલમાં મુકવામાં આવ્યો છે.

બળદેવસિંહ ઉર્ફે બહાદુરસિંહ ઉર્ફે લાલિયો સાહેબજીને તડીપાર કરાયો

રાંદલ નગર ખોડીયાર ડેરી પાસે રહેતો બળદેવસિંહ ઉર્ફે બહાદુરસિંહ ઉર્ફે લાલિયો સાહેબજી જાડેજા નામનો શખ્સ અવાર-નવાર રાંદલ નગર તથા પટેલ કોલોની વિસ્તારમાં તકરાર અને તોફાન તેમજ અનેક ગુના તેના પર નોંધાયા છે. તેનો ક્રાઇમ રેકોર્ડ પરથી પી.આઈ કે.જે.ભોયે દ્વારા ફેબ્રુઆરીમાં બળદેવસિંહ સામે જામનગર-રાજકોટ દેવભૂમિ દ્વારકા મોરબી પોરબંદર જૂનાગઢ જિલ્લામાંથી તડીપાર કરવા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટને દરખાસ્ત કરી કેસ કોર્ટમાં ચાલી જતા બળદેવસિંહ ને 6 માસ માટે જામનગર-રાજકોટ દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે. જ્યારે સીટી બી ડિવિઝન અને તેની અટકાયત કરીને ભાવનગર જિલ્લા ખાતે મૂકી આવી છે.

અન્ય સમાચારો પણ છે...