તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ ઓક્સિજન પાર્ક:જામનગરમાં 10 હજાર ફૂટ જગ્યામાં ઓક્સિજન આપતા 10 પ્રકારના 98 વૃક્ષોનું વાવેતર કરાયું

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવાનગર નેચર કલબ દ્વારા આશીર્વાદ સોસાયટીમાં નિર્માણ કરાયું

તાજેતરમાં કોરોના મહામારીમાં ઓક્સિજન મેળવવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છતાં પણ ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાંના દાખલાઓ સામે આવ્યા છે.જેના કારણે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે. ત્યારે શહેરમાં આવેલ નવાનગર નેચર કબલ દ્વારા આશીર્વાદ સોસાયટીમાં પ્રથમ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જામનગર નજીક પટેલ પાર્કમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં આશરે 10 હજાર ફૂટ જગ્યામાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. સંસ્થા દ્વારા આ જગ્યા ઉપર વધુમાં વધુ ઓક્સિજન આપતા 10 પ્રકારના 98 વૃક્ષોનું વાવેતર કરાયું છે અને આવનારા દિવસોમાં શહેરની અનેક સોસાયટી માટે આવા ઓક્સિજન પાર્ક બને તે માટે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અપીલ કરાઇ છે.

સંસ્થાની પ્રવૃતિઓ તેમજ મહિલાઓને કિચન અને હોમ ગાર્ડનિંગ તેમજ આંગણે વાવી સરળતાથી વાવી શકાય તેવા વૃક્ષોની માહિતી નવાનગર નેચર કલબના મહિલા પ્રમુખ અને વોર્ડ નં.15ના કોર્પોરેટર હર્ષાબા જાડેજાએ આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પરેશ દોમડિયા, ભાવેશ વાઘેલા, જેન્તીભાઈ તથા આશિર્વાદ સોસાયટીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...