કામગીરી:જામનગરમાં 9 શાળામાં આજથી હાથીપગાનો સર્વે, આરોગ્ય શાખા 3 દિવસ કામગીરી કરશે

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેપ બાદ વર્ષો સુધી કોઇ ચિહન દેખાતા નથી

જામનગરમાં આજથી 9 શાળામાં હાથીપગાનો સર્વે કરવામાં આવશે. આ રોગનો ચેપ લાગ્યા બાદ વર્ષો સુધી કોઇ ચિહન દેખાતા નથી. મનપાની આરોગ્ય શાખા ત્રણ દિવસ કામગીરી કરશે. રાષ્ટ્રીય હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જામનગરની 9 શાળામાં તા.12 થી 14 સપ્ટેમ્બર સુધી ધો.1 અને 2 ના વિધાર્થીઓનો ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે કરવામાં આવશે. જેમાં નવાગામ પ્રાયમરી સ્કૂલ, એલ.જી.હરિયા શાળા, સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલ, શાળા નં.3, રાધિકા સ્કૂલ, શાળા નં.40, દયાનંદ કન્યા વિધાલય, કુંજન વિધાલય, શાળા નં.19 નો સમાવેશ કરાયો છે.

હાથી પગા રોગનો ચેપ લાગ્યા બાદ વર્ષો સુધી તેના ચિહન દેખાતા નથી અથવા સમયાંતરે તાવ આવે છે. ઘણા વર્ષો સુધી કોઇ કોઇ વાર સાધારણ તાવ બાદ પગ પર સોજો આવે છે અને દર્દીની સ્થિતિ ગંભીર બને છે. એક વખત હાથી પગાનો રોગ બાદ મટાડવાનો કોઇ ઇલાજ નથી. દરેક લક્ષિત વ્યકતિને હાથીપગાની ગોળી આપવામાં આવે છે. સર્વેમાં ધો. 1 અને 2ના વિદ્યાર્થીઆેના એફટીએસ ટેસ્ટ પણ કરવામાં આવશે. હાથી પગો મચ્છર કરડવામાંથી એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાઇ છે. આથી આ ચેપી રોગ છે.

અન્ય સમાચારો પણ છે...