તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

441 લોકોએ કોરોનાને મ્હાત આપી:જામનગરમાં 712 કેસ, મોતનો આંકડો ઘટી 57 થયો

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર અને જિલ્લામાં કોરોનાની ગતિ હજુ પણ યથાવત

જામનગર શહેર-જિલ્લામાં સોમવારે કોરોનાની ગતિ યથાવત રહી છે, પરંતુ મૃત્યુમાં ઘટાડો થયો છે. શહેર-જિલ્લામાં કોરોનાના 712 કેસો નોંધાયા છે. જ્યારે 57 લોકોના કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. 441 લોકોએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા મેળવી છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ગતિ હજુ પણ યથાવત રહેવા પામી છે. સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ શહેરમાં 393 અને ગ્રામ્ય વિસ્તારમાં 319 કોરોનાના કેસ મળી કુલ 712 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે શહેરમાંથી 305 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 136 લોકોએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા મેળવી છે. સરકારી ચોપડે શહેરમાં કોરોનાથી 3 અને ગ્રામ્યમાં 2 મોત મળી કુલ 5 મોત નોંધાયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 57 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છેકે, જામનગર શહેરમાં કોરોના મામલે લોકજાગૃતિ પણ જોવા મળી રહી છે, લોકો પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો