આયોજન:જામનગરમાં 60 વીર નારીઓનું સન્માન અને 12 શહીદના પરિવારોને ધનરાશિ અર્પણ કરાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહીદ પરિવારને રૂ.31000 અર્પણ| હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્રારા વીર નારીને રૂા. 6000 અપાયા

હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા 60 વીર નારી અને 12 શહીદ પરિવારોને ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી. દરેક શહીદ પરિવારોને રૂ.31000 અને વીર નારીઓને રૂપિયા 6000ની ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી.

જામનગરના હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા ટાઉનહોલમાં વીર નારીઓ અને વીર શહીદ પરિવારોને ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણદબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજના હસ્તે 12 વીર શહીદ પરિવાર પૈકી દરેક પરિવારને રૂ.31000 અને 60 વીર નારી પૈકી દરેકને રૂ. 6000 દરેકને આર્થિક ધન રાશિ આપવામાં આવી હતી.

જામનગર શહેરના ટાઉનહાેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ સભ્ય પૂનમબેન, મેયર બીનાબેન કોઠારી, એર કોમોડર સુરેન્દ્રસિંઘ ત્યાગી, જિલ્લા સૈનિક બોર્ડના અધિકારી સંદીપ જેશવાલ, અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ લે. કર્નલ અમૃતલાલ મકવાણા, ધ ગુજરાત એક્સ સર્વિસિસ લીગ ના ઉપપ્રમુખ કર્નલ વનરાજસિંહ જાડેજા અને ગુજરાતના અલગ-અલગ જિલ્લા અને તાલુકાના માજીસૈનિક મંડળના પ્રમુખ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...