નિ:શુલ્ક કેમ્પ:જામનગરમાં 55 દર્દીને આંખના નિ:શુલ્ક કેમ્પમાં ઓપરેશન કરી નવી દ્રષ્ટિ અપાઇ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા તા. 7ના વેલકિન ઓપ્ટીક અંબર સિનેમા રોડ પાસે મોતિયાના નિ:શુલ્ક નેત્રમણી બેસાડી ઓપરેશનનો કેમ્પ સ્વ. રજનીકાંતભાઇ ખુડખુડીયાની 9મી પૂણ્યતિથિ નિમિતે યોજાયો હતો. જેમાં 85 દર્દીઓએ લાભ લીધો હતો. 55 દર્દીઓને રાજકોટ રણછોડદાસ આશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા અને 18 દર્દીને ચશ્માના નંબર કાઢી ચશ્મા અપાયા હતાં. હિતેશભાઇ ગોરધનદાસ અમલાણી, મીનાક્ષી મજમુદારનો સહયાેગ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...