તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયદો:જામનગરમાં 45 દિ’ માં 53,843 લોકોએ એડવાન્સ વેરો ભરતા મહાપાલિકાને રૂા. 20 કરોડની આવક

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીબેટ યોજના 31 જુલાઇ સુધી લંબાવાઇ, રૂ.1.62 કરોડનું વળતર અપાયું

જામનગરમાં મહાપાલિકાની એડવાન્સ વેરા પર વળતર યોજના અંતર્ગત 45 દિવસમાં 53843 લોકોએ એડવાન્સ વેરો ભરતા મનપાને રૂ.20 કરોડની આવક થઇ છે. રીબેટ યોજના 31 જુલાઇ સુધી લંબાવામાં આવી છે. 30 જૂન સુધીમાં રૂ.1.62 કરોડનું વળતર અપાયું છે. યોજના અંતર્ગત 35766 લોકોએ મિલકત વેરો અને 18077 લોકોએ પાણી વેરો ભર્યો છે.

જામનગર મહાપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત અને પાણી વેરાની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે 17 મે થી 30 જૂન સુધી રીબેટ એટલે કે વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાની મુદત વધારી 31 જુલાઇ કરવામાં આવી છે. યોજના અંતર્ગત 30 જુન સુધીમાં 53843 આસામીએ યોજનાનો લાભ લીધો છે.

જેમાં મિલકત વેરાની રૂ.17.03 કરોડ અને વોટરચાર્જની રૂ.3.14 કરોડની આવક મનપાને થઇ છે. જેની સામે કુલ 1.62 કરોડનું રીબેટ આપવામાં આવ્યું છે. યોજના અન્વયે 35766 લોકોએ મિલકત વેરામાં 1.33 કરોડ અને 18077 લોકોએ પાણી વેરામાં 29.35 લાખનું રીબેટ મેળવ્યું છે.

મહાનગરપાલિકાએ એડવાન્સ વેરા પર વળતર યોજના એક મહિનો લંબાવી છે ત્યારે તેનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે.

બાકી મિલકત અને પાણી વેરામાં 100 ટકા વ્યાજમાફી
ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત તા.1 એપ્રિલથી 30 જૂન સુધીમાં મનપાએ મિલકત વેરાની રૂ.19.01 કરોડ અને પાણી વેરાની રૂ.3.52 કરોડની વસૂલાત કરી છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન તા.31-3-2006 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા અને વોટરચાર્જની રકમ પર 100 ટકા વ્યાજમાફી તથા તા.1-4-2006 થી કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબની બાકી મિલકત અને પાણી વેરાની રકમ પર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

4242 વ્યવસાયકારોએ રૂ.18.12 લાખની વ્યાજમાફીનો લાભ મેળવ્યો
જામ્યુકો દ્વારા તા.1 એપ્રિલથી 30 જૂન સુધી જાહેર કરાયેલી 100 ટકા વ્યાજમાફી યોજના પૂર્ણ થઇ છે. આ યોજના અંતર્ગત કુલ 4242 વ્યવસાયકારોએ રૂ.18.12 લાખની વ્યાજમાફીનો લાભ મેળવ્યો છે. આ સમયગાળા દરમ્યાન વ્યવસાય વેરાની કુલ રૂ.1.30 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...