કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ:જામનગરમાં 52 લાભાર્થીઓને વિનામૂલ્યે કૃત્રિમ હાથ ફીટ કરાયા

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 150 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો

જામનગરના રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરમાં વિનામૂલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 52 લાભાર્થીને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ ફિટ કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ દ્વારા કૃત્રિમ રીતે હાથ ફિટ કરવાનું કાર્ય કાયમી ધોરણ શરૂ કરાયું છે.

સ્વદેશી બનાવટના ઇનાલી બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક કૃત્રિમ હાથની જાણકારી મળતા જામનગર રોટરી ક્લબ દ્વારા ગુજરાતના અલગ-અલગ શહેરમાં કેમ્પ કરી 150થી વધુ લોકો ઇનાલિ કૃત્રિમ હાથ ફીટ કરવામાં આવ્યા હતી. જામનગરમાં પણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 52 લાભાર્થીઓને વિનામૂલ્યે ઈનાલી કૃત્રિમ હાથ ફિટ કરવામાં આવ્યા હતા.

કૃત્રિમ હાથથી વાહન પણ ચલાવી શકાય છે
બેટરી સંચાલિત ઇલેકટ્રીક કૃત્રિમ હાથ લગાડ્યા બાદ લાભાર્થી ચમચી પકડીને જમી શકે છે. ઉપરાંત બોટલ કે ગ્લાસ પકડી પ્રવાહી સ્વયં પી શકે છે. ચપ્પુ પકડી શાક સમારી ઉપરાતંવાહન ચલાવી શકે છે. વેલણ પકડીને રોટલી વણી શકે છે. જો કે આ કાર્યો માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...