જામનગર મનપા દ્વારા તા.16 એપ્રિલથી શરૂ થયેલી એડવાન્સ વેરા ભરનાર કરદાતાઓને 10થી 25 ટકા ખાસ વળતર આપતી રીબેટ સ્કીમ તા.31મે ના રોજ પુરી થતા સુધીમાં તંત્રને રૂા.24.14 કરોડની આવક થવા પામી છે. જામનગર મ્યુ.કોર્પોરેશના દ્વારા દર વર્ષે એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વિશેષ લાભ આપતી રીબેટ સ્કીમ જાહેર કરવામાં આવે છે. જેના મારફત તંત્રને કરોડો રૂપિયાનો વેરો પ્રાપ્ત થાય છે.
ચાલુ વર્ષે તંત્રએ જાહેર કરેલી રીબેટ યોજનાનો નાગરિકોએ સારો પ્રતિસાદ આપીને તંત્રની તિજોરી છલકાવી દીધી છે. 40,348 કરદાતાઓએ મિલ્કતવેરા પેટે રૂા.24.14 કરોડ છેલ્લા દોઢ માસમાં ભર્યા છે. લોકોને વેરા ભરવામાં સરળતા રહે તે માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરના રણજીતનગર, ગુલાબનગર, શરૂ સેકશન વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરો ઉપરાંત ટેકસ કલેકશન વેન જુદા-જુદા દિવસોમાં દરેક વોર્ડમાં ઉભી રાખીને કરદાતાઓને સગવડતા કરી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સતત 3 વર્ષથી નિયમિત એડવાન્સ ટેકસ ભરનારને વધુ 2 ટકા રીબેટ તેમજ ઓનલાઇન વેરા ભરનારને રૂા.450 અથવા 2 ટકા બન્નેમાંથી જે વધુ હોય તે રકમની રાહત જાહેર કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.