તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરમાં ઈંગ્લીશ દારૂની બે પેટી સાથે 4 શખસ પકડાયા, 2 ફરાર થયા

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કલ્યાણ ચોક, દિગ્વિજય પ્લોટ-49 અને જામજોધપુર પંથકમાં જુદા જુદા દરોડા
 • દારૂ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે, 2 સપ્લાયરના નામો ખૂલતા શોધખોળ

જામનગરના કલ્યાણ ચોક અને દિગ્વિજય પ્લોટ-49 રોડ પર જુદા જુદા દરોડામાં પોલીસે દારૂ સાથે બે શખ્સોને દબોચી લીઘા હતા. જયારે જામજોધપુર અને ભોજા બેડી પંથકમાં પણ શરાબ સાથે બે પકડાયા હતા.પોલીસે દારૂ અને બાઇક સહિતની મતા કબજે કરી દારૂ સપ્લાય કરનારા બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છેજામનગરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોક પાસેથી પોલીસે સુલતાન ઇશાકભાઇ હાલાણીને દારૂની પાંચ બોટલ સાથે પકડી પાડયો હતો અને પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી પુછપરછ હાથ ધરી છે.

જયારે દિગ્વિજય પ્લોટ-49 રોડ પર પોલીસે વિજય ડાયાભાઇ વાઘેલાને દારૂની ત્રણ બોટલ સાથે સકંજામાં લીઘો હતો. જયારે તેને દારૂ સપ્લાય કરનારા શખ્સનુ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.જયારે જામજોધપરની ભાગોળે સિધ્ધેશ્વર મંદિર પાસેના રોડ પર પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇકને રોડી તલાશી લેતા દારૂની પંદર બોટલ મળી આવી હતી.આથી ચાલક કરમણ ઉર્ફે કિશોર અરજણભાઇ હુણને પકડી પાડી દારૂ અને બાઇક સહિતનો રૂ.17,500નો મુદામાલ કબજે કર્યો હતો.જયારે પોલીસે તેને દારૂ સપ્લાય કરનાર ઉપલેટાના મેહુલ ભગાભાઇ કોડીયાતરની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો