તસ્કરોનો તરખાટ:જામનગરમાં એક જ રાતમાં 4 મકાનના તાળા તુટ્યા, રોકડ રકમ અને દાગીના ચોરી

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ મંદિરને પણ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો
  • 2 રહેણાંક મકાનમાં ચોરી થઈ જ્યારે મંદિર સહિત અન્ય ત્રણ સ્થળોએ માત્ર ચોરીનો પ્રયાસ

જામનગરમાં યુવા પાર્ક-2 વિસ્તારમાં ગઈ રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. એક સાથે પાંચ સ્થળોએ હાથફેરો કરવાની અથવા તો ચોરીનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી હતી. જેને લઈ ભારે ચકચાર મચી છે. ચોરીની ઘટનામાં એક ધાર્મિક સ્થળનો પણ સમાવેશ થાય છે. બે રહેણાંક મકાનમાંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી છે, અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

ચોરીના બનાવની વિગત એવી છે કે, યુવા પાર્ક-2 વિસ્તારમાં ગઇકાલે મોડીરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા, અને જુદા-જુદા વણ ટેનામેન્ટના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બે રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જોકે, અન્ય એક ટેનામેન્ટ તથા એક લેટમાં ચોરીનો પ્રયાસ કરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા.

આ ઉપરાંત યુવા પાર્ક-2 વિસ્તારમાં જ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિરના પાછળના દરવાજામાંથી તસ્કરોએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં સફળ થયા નહતા. જેથી ધાર્મિક સ્થળમાં કોઈ ચોરી થઇ ન હતી. આજે સવારે સમગ્ર મામલાની જાણ થવાથી સિટી એ પોલીસ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...