જામનગર શહેરમાં સત્યમ કોલોની તથા જોગર્સપાર્ક પાસે થયેલ રોકડા રૂપિયા 37,000ની ચીલઝડપ કરનાર આરોપીને મુદામાલ તથા મો.સા.સાથે ગણતરીની કલાકમાં સીટી સી ડિવિઝન પોલીસે પકડી પાડયો હતો. જામનગર શહેરના જોગર્સ પાર્ક પાસે યશબેન્કના એટી.એમ.ના સિકયુરીટી પાસેથી ચોરી કરેલ મુદામાલ સાથે આ કામેનો આરોપી બ્લુ કલરનુ હીરો કંપનીનુ મેસ્ટ્રો જેના રજી.નં.જીજે10 ડી.એફ.3120 લઇ કામદાર કોલોની આજુબાજુના વિસ્તારમાં ફરે છે જેથી આ કામેના આરોપીની વોચમાં રહી તેને ઝડપી લીધો હતો.
આરોપી અજય ઉર્ફે અજલો રાજેન્દ્રભાઇ બરછા (ઉ.વ.24, ધંધો રી.ડ્રા. રહે. વસંતવાટીકા શેરી.નં.8, રણજીતસાગર રોડ રોડ, જામનગર હાલ રહે.જેલરોડ, વજીરપરા, જામનગર મો.નં.87584 55444ના કબજામાંથી રોકડા રૂપિયા 32,000 અને બ્લુ કલરનું હીરો કંપનીનુ મેસ્ટ્રો જેના રજી.નં. જીજે10 ડીએફ 3120 કિ.રૂા.25,000 જપ્ત કરેલ છે. આરોપીએ ગુન્હાની કબુલાત પણ આપી છે જેમાં છૂટા આપવાના બહાને તેણે ચીલઝડપ કરી રૂા.30 હજાર પડાવી લીધા હતા.
છુટા લેવાના બહાને રકમ ઝુંટવી
જામનગરમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચીલઝડપનો ગુન્હો આચરનાર આરોપીને ઝડપી લીધો હતો. જી.જે.10. ડી.એફ.3120 નંબરનું મેજીસ્ટ્રો સ્કુટર ચીલઝડપના ગુન્હામાં વપરાયું હતું. કિશોર નાનજીભાઇ ભદ્રા કે જે દિ.પ્લોટ શેરી.નં.54માં વિશ્રામવાડી પાસે રહે છે અને સત્યમ કોલોની નજીક શાકભાજીનો ધંધો કરે છે તેની પાસે આરોપી રૂા.2000ના છુટા લેવાનું બહાનુ કરી આવેલ અને છુટા માંગતા કિશોરભાઇએ ખિસ્સામાં રહેલ રૂા.30 હજારની રોકડ બહાર કાઢતા તે રકમ આરોપી લઇને નાશી છુટયો હતો. પોલીસે આ સ્કુટર નંબરને આધારે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે કિશોર નાનજી ભદ્રાની ફરિયાદના આધારે આરોપી સામે ગુન્હો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.