પારંગત:જામનગરમાં મનની આંખોથી 35 પ્રજ્ઞાચક્ષુઓ બુક બાઈડીંગ અને હાથ વણાટનું કામ કરી રહ્યા છે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક 1976 થી કાર્યરત અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં રક્ષિત ઉદ્યોગ ગૃહ પણ ચાલી રહ્યો છે. આ ઉધોગમાં 35 યુવા પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા બુક બાઈડીંગ, ફાઈલ, પાકા પુઠાના રજીસ્ટર, નાની બુક અને રજીસ્ટર બનાવવામાં આવી રહ્યા છે તો હાથ વણાટના કામ પણ કરવામાં આવી રહ્યા છે.

શહેરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 1600 પ્રજ્ઞાચક્ષુઓ તાલીમ લઈ ચૂક્યા છે. કેન્દ્રમાં પ્રાથમિક શિક્ષણ, સંગીત, ટેકનિકલ શિક્ષણ સહિતની અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખાસ કરીને રક્ષિત ઉદ્યોગ ગૃહ પણ કાર્યરત છે. જેમાં પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા બુક બાઈડીંગ, ફાઈલ, પાકા પુઠાના રજીસ્ટર, નાની બુક બનાવવામાં આવી રહ્યા છે. એક પ્રજ્ઞાચક્ષુઓને બુક બનાવતા એક દિવસ લાગે છે. ઉપરાંત શાળાઓની ઉત્તરવહી, નોટબુક પણ બનાવે છે. હાથ વણાટના આસન પટ્ટા, આસન, ચાદર, ટુવાલ, નેપકીન બનાવવામાં આવી રહ્યા છે. વર્કશોપની શરૂઆત પ્રજ્ઞાચક્ષુઓને પૂર્વ વ્યવસાય તાલીમ આપવાના હેતુથી કરવામાં આવી છે. જો તાલીમ બાદ પ્રજ્ઞાચક્ષુઓને બહાર કામ ન મળે તો તે સંસ્થામાં રહીને કામ કરવા ઇચ્છે તો પણ કરી શકે છે. વર્કશોપમાં કામ કરતા પ્રજ્ઞાચક્ષુઓને મહિને રૂ.300નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

300થી વધારે પ્રજ્ઞાચક્ષુને નોકરી મળી છે
1976 થી અત્યાર સુધીમાં કુલ 1600 પ્રજ્ઞાચક્ષુએ અંધજન વિવિધલક્ષી તાલીમકેન્દ્ર તાલીમ લીધી છે. જેમાંથી 300થી વધારે પ્રજ્ઞાચક્ષુઓને બેંક,રેલ્વે સહિત અલગ વિભાગમાં નોકરી મળી છે. કોમ્પ્યુટરના આઇટીઆઇ લેવલનો કોપા કોર્સ પણ કેન્દ્રમાં થાય છે. જેનો લાભ દર વર્ષે 13 પ્રજ્ઞાચક્ષુ લઇ રહ્યા છે. > પ્રકાશભાઈ મંકોડી, માનદમંત્રી, અંધજન વિવિધ તાલીમલક્ષી કેન્દ્ર,જામનગર.

અન્ય સમાચારો પણ છે...