તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ:જામનગરમાં પાછલા તળાવમાં ફુડ પોઇઝનિંગથી થયા હતા 35 બતકના મોત

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 ટીલીયાળી બતક અને 1 ભગતડા પક્ષીના ટપોટપ મૃત્યુ થયા હતાં
  • પાછલા તળાવમાં તાત્કાલિક સાફ-સફાઇ કરવા મનપાને તાકીદ

જામનગરમાં પાછલા તળાવમાં એકસાથે 35 બતકના મોત ફુડ પોઇઝનીંગથી થયાનો ઘટસ્ફોટ પી.એમ. રિપોર્ટમાં થયો છે. આથી જે તળાવમાં પક્ષીઓના મૃત્યુ થયા છે ત્યાં તાકીદે સાફ-સફાઇ કરવા પશુ દવાખાનાના અધિકારીઓ દ્વારા મનપાને તાકીદ કરવામાં આવી છે.

શહેરમાં તળાવની પાળ પર ગેઇટ નં.3 ની સામે જૂની આરટીઓ કચેરી પાછળ આવેલા તળાવમાં શનિવારે સવારે એકસાથે 34 ટીલીયાળી બતક અને 1 ભગતડું પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતાં. એક જ સ્થળે એકસાથે 35 બતકના મોતથી પક્ષીપ્રેમીઓમાં દેકારો બોલી ગયો હતો. 35 માંથી 10 પક્ષીના મૃતદેહ પંચવટી પાસે આવેલા પશુ દવાખાનામાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં.

જેનો પી.એમ. રિપોર્ટ સોમવારે આવતા તેમાં ફુડપોઇઝનીંગના કારણે પક્ષીઓના મૃત્યુ નિપજયાનો ઘટસ્ફોટ થયો છે. આટલું જ નહીં જે તળાવમાં પક્ષીઓના મૃત્યુ નિપજયા તે સ્થળે સાફ-સફાઇ કરવા પણ મહાનગરપાલિકાને તાકીદ કરવામાં આવી છે.

કોહવાઇ ગયેલો કચરો ખોરાકમાં ભળતા બેકટેરીયા વધી ગયા હતાં
શહેરમાં આરટીઓ કચેરી પાછળ આવેલા તળાવમાં થયેલા 35 પક્ષીઓના મોત થતાં 10 પક્ષી મૃતદેહના લોહીના સેમ્પલ લઇ પીએમ કરવામાં આવતા ફૂડપોઇઝનીંગ તદઉપરાંત તળાવમાં ગંદકી અને કચરો સેપ્રોસાઇટી એટલે કે કોહવાઇ જવાને કારણે બેકટેરિયાનું પ્રમાણ વધતા તે ખોરાકમાં ભળતા પક્ષીઓના મૃત્યુ થયા છે. જે તળાવમાં પક્ષીઓના ટપોટપ મૃત્યુ થયા તેને સતત ત્રણ દિવસ મુલાકાત લેવામાં આવી હતી. પરંતુ અન્ય બે દિવસ પક્ષીના મૃત્યુ થયા ન હતાં. જો કે, તળાવમાં ગંદકી અને કચરો હોવાથી તાકીદે સાફ-સફાઇ કરવા મનપાને જાણ કરવામાં આવી છે.> ડો.હર્ષદ માવાણી, વેટરનરી ઓફીસર, જામનગર પશુ દવાખાનું.

અન્ય સમાચારો પણ છે...