કોરોના અપડેટ:જામનગરમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 150 પર પહોંચી

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે શહેરમાં 30 કોરોના પોઝિટિવ નોંધાયા
  • જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા શહેર-જિલ્લામાં 20 કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 33 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. જેમાં શહેરમાં 30 કોરોના પોઝિટિવ અને જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 33 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 150 પર પહોંચી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 33 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 150 પર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પણ એક પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ 95 હજાર 703 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 4 લાખ 30 હજાર 734 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...