આયોજન:જામનગરમાં જૈન સમાજના 325 બાળકોએ આયંબીલની આરાધના કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરમાં 7 સ્થળોએ તપસ્વીઓ દ્વારા સામૂહિક પારણાં કરવામાં આવ્યા

જામનગરમાં જૈન સમાજના 325 બાળકોએ આયંબીલની ઓળીની આરધના કરી હતી. શહેરમાં 7 સ્થળોએ તપસ્વીઓના સામૂહિક પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં સમસ્ત જૈન સમાજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનામાં આયંબીલની ઓળીની તપસ્યા જૈન ભાવિકોએ કરી હતી. સ્થાનકવાસી અને દેરાવાસી જૈન સમાજના આયંબીલના ઓળીના તપસ્વીઓના પારણાનો લાભ દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઇ શાહે લીધો હતો.

શહેરમાં લોકાગચ્છની વાડી, પેલેસ દહેરાસર, પટેલ કોલોની દહેરાસર, તેજપ્રકાશ સોસાયટી ઉપાશ્રય, રણજીતનગર, ચંપાવિહાર મળી કુલ 7 સ્થળોએ તપસ્વીઓના સામૂહિક પારણાનું આયોજન કરાયું હતું. લોકાગચ્છની વાડીમાં સમસ્ત જૈન સમાજના બાળકો માટે આયંબીલ આરધનાનું આયોજન કરાયું હતું. જેમાં 325 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી તથા કેતનભાઇ ગોસરાણી તથા સમસ્ત જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...