માર્ગદર્શન:જામનગરમાં અધવચ્ચે અભ્યાસ છોડનાર 27 બાળાએ શાળામાં પુન: પ્રવેશ લીધો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેગા લીગલ કેમ્પમાં 121 વ્હાલી દિકરીઓને હુકમ એનાયત

જામનગર જિલ્લા કાનૂની સેવા સેવા સતા મંડળ અને વહીવટીતંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, વ્હાલી દીકરી યોજના વગેરેની માહિતી વિધાર્થીઓ અને મહિલાઓને આપવામાં આવી હતી.

કેમ્પમાં 121 વ્હાલી દીકરી યોજનાના હુકમનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરીઓને હાઈઝીન કીટ વિતરણ કરવામાં આવી હતી. જે દીકરીઓ વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય તેવી 27 બાળાઓને શાળામાં પુનઃપ્રવેશ કરાવીને સ્કુલ કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જામનગર જિલ્લા અદાલતના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ અને જીલ્લા કાનૂની સેવા સતામંડળના ચેરમેન મૂલચંદ ત્યાગી, જીલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી સહિત અન્ય અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...