અનોખી ઉજવણી:જામનગરમાં 25 દિવ્યાંગ બહેનોએ જિલ્લા જેલના કેદીઓને રાખડી બાંધી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવ્યાંગ બહેનો દ્વારા 590 રાખડીઓ તૈયાર કરવામાં આવી

જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટની 25દિવ્યાંગ બહેનોએ જિલ્લા જેલના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટની 6 અસ્થિ વિષયક તથા 4 મનો દિવ્યાંગ બહેનો દ્વારા 590 રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 25 દિવ્યાંગ બહેનો રવિવારે સવારે જિલ્લા જેલમાં 100 કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

બાકીની 439 રાખડીઓનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી વિદ્યાલય ટ્રસ્ટ ગ્રીનસીટી શેરી નંબર 1 રણજીત સાગર રોડ નવાનગર પાછળ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વેચાણમાંથી થતી આવક દિવ્યાંગ બહેનોને પ્રોત્સાહન રૂપે મળશે.

51 રાખડી ફૌજી જવાન માટે મોકલાવામાં આવી
દિવ્યાંગ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ 590 રાખડીઓ પૈકી 51 રાખડીઓ એક ફોજી રાખી કે નામ અંતર્ગત મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...