રોજગારી:જામનગરમાં બે વર્ષમાં ITI કરેલા 2,222 વિધાર્થીને તાલીમાર્થીની નોકરી મળી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈલેકટ્રીશીયન, રેફ્રિજરેટર & એરકન્ડિશન ટ્રેડમાં રોજગારીની વધુ તક

જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષમાં જુદા-જુદા અભ્યાસક્રમ કરેલા 2222 વિધાર્થીને તાલીમાર્થી તરીકે નોકરી મળી છે. જયારે 2018-19માં 413, 2019-20માં 298 છાત્રોને અલગ-અલગ ક્ષેત્રમાં રોજગારી મળી છે. જેમાં મુખ્યત્વે ફિલ્ટર, ઇલેકટ્રીશિયન, મશીનિસ્ટ, સીએન-વીએમસી ઇન્સ્ટ્રુમેન્ટ મકેનીક, વાયરમેન,રેફ્રિજરેટર તથા એર કન્ડિશન ટ્રેડમાં વધુ રોજગારીની તક મળી છે. છેલ્લા બે વર્ષમાં આ તમામ ટ્રેડમાં વિદ્યાર્થીઓની રૂચિ પણ વધી હોવાનું આઇટીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું.

આઈટીઆઈમાં ધો. 10 બાદ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એડમીશન લેતા હોય છે. છેલ્લા બે વર્ષમાં ફિલ્ટર, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ સીએન-વીએમસી ઇન્સ્ટ્રુમેન્ટ મકેનીક, વાયરમેન રેફ્રિજરેટર તથા એર કન્ડિશન ટ્રેડમાં વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં એડમિશન લઈ રહ્યા છે. જો કે આ તમામ ટ્રેડમા વિદ્યાર્થીઓને સારા પગાર ધોરણ સાથે નોકરી તેમજ તાલીમાર્થી તરીકે રોજગારી મળી રહી છે.

આઇટીઆઇના પ્લેસમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે 2018- 19 અલગ-અલગ ક્ષેત્રમાં 413 વિદ્યાર્થીઓને, વર્ષ 2019-20માં 298 સહિત કુલ 711 વિદ્યાર્થીઓને નોકરી મળી છે. જ્યારે 2019-20માં 1339 અને 2020-21માં 883વિદ્યાર્થીઓના તાલીમાર્થી તરીકે રોજગારી મળી છે.

અન્ય સમાચારો પણ છે...