તપાસ:જામનગરમાં ચોરાઉ બાઈક સાથે 2 શખસો ઝડપાયા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાઇક ચોર આરોપી - Divya Bhaskar
બાઇક ચોર આરોપી
  • પોલીસે બંને પાસેથી 3 બાઈકો કબજે કરી

જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતા મહેન્દ્ર ઉર્ફે મયુર પ્રકાશ મહિડા નામના શખસને આંતરીને તેની પાસે રહેલા બાઈકના કાગળો માંગતા બાઈક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે પૂછપરછ કરતા તેણે જીજે-10-એજી-7053 અને જીજે-10-એકયુ-6831 નંબરના બે બાઈક ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે રૂા.30 હજારની કિંમતના બે ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય એક બનાવમાં શહેરમાં ત્રણ દરવાજા પાસેથી ચોરાઉ બાઈક સાથે નંબર વગરના ટીવીએસ જ્યુપીટર બાઈક સાથે પસાર થતા મહમદહુશેન જુસબ ગજીયા નામના શખસની પૂછપરછ કરતા તેણે જીજે-10-સીએફ-8005 નંબરનું જ્યુપીટર બાઈક જી જી હોસ્પિટલના જનરલ પાર્કિંગમાંથી પાંચ દિવસ પૂર્વે જ ચોરી કર્યાની કેફિયત આપી હતી. પોલીસે ચોરાઉ બાઇક અને શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...