ભેદ ઉકેલાયો:જામનગરમાં પિત્તળનું બાચકું ઉઠાવી જનાર 2 શખસો ઝડપાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીની ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો

જામનગરના દિગ્વિજય પ્લોટ, હિંગળાજ ચોક વિસ્તારમાંથી ડબલ સવારી બાઇકમાં આવેલા બે-તસ્કરો એક કારખાના પાસેથી રૂપિયા 16,000 ની કિંમતનું બ્રાસપાટના માલસામાનનું બાચકું ઉઠાવીને નાસી છૂટયા હતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં બંને શખસોને પકડી પાડી મુદામાલ કબજે કર્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં જકાતનાકા વિસ્તારમાં રહેતા અને એક બ્રાસ પાર્ટના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા બાબુભાઈ પુનાભાઈ રાઠોડ, કે જેઓ પોતાના કારખાનાની બહાર પોતાના મોટરસાયકલમાં હતા અને તેના બાઈકમાં એક બાચકું રાખેલું હતું.

જેમાં રૂપિયા 16,00ની કિંમતનું 20 કિલો પિત્તળના માલ સામાનનો જથ્થો ભરેલો હતો જે બાચકું ડબલ સવારી બાઈકમાં આવેલા ગઠિયાઓ ઉઠાવી લઈ ભાગી છુટ્યા હતા.જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાબુભાઈ રાઠોડ એ પોતાના બાઈકમાં રાખેલું રૂપિયા 16,000 ની કિંમત નું પિત્તળનું બાચકું ઉઠાવી જવા અંગે જીજે 10 બી.એલ. 9112 નંબરના બાઈકમાં આવેલા બે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી બંને તસ્કરોને ઓળખી પાડ્યા હતા અને સીદીક રઝાકભાઈ મોદી ઉર્ફે સાદીક અને મોહસીન મામદભાઈ સમેજા નામના બે શખસોને મુદામાલ સાથે પકડી પાડી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...