જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં દારૂ પીવાના રૂપિયા માંગી યુવાનને બે શખસોએ માર માર્યો હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અંગે સીટી સી ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે. જામનગર સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં મુકેશભાઇ દાનાભાઇ ચૌહાણ (ઉ.વ.23 રહે.સમર્પણ અંડરગ્રાઉન્ડ બ્રીજ, લક્ષ્મીનગર, હરિવલ્લભ એપાર્ટમેન્ટ સામે)એ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓ ગત તા.8ના રોજ હનુમાન ટેકરી વિસ્તારમાં ઇરફાન જુણેજા અને ઇરફાન ગજીયા નામના બન્ને શખસો ઉભા હતા જ્યાં મુકેશભાઇનું બાઇક ઉભુ રખાવી બન્ને આરોપીઓએ મુકેશભાઇ પાસેથી દારૂ પીવાના રૂપિયા માંગ્યા હતા.
આથી આ રૂપિયા આપવાની મુકેશભાઇએ ના પાડતા બન્ને શખસોએ પીતો ગુમાવી દીધો હતો અને પોતાના હાથમાં રહેલ છરીનો મુકેશભાઇને સાથળના ભાગે ઘા ઝીંકયો હતો. ઉપરાંત પીઠના ભાગે પાઇપ વડે હુમલો કરતા મુકેશભાઇને ઇજા થવા પામી હતી. જેને લઇને પોલીસે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.