તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:જામનગરમાં ગત વર્ષે BAMSના 233 માંથી 191 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદ મહાવિદ્યાલયના છાત્રોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા

શહેરની ખ્યાતનામ ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં વર્ષ 2020-21 માં અભ્યાસ કરતા બીએએમએસના 233 વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભર્યા હતાં. જે પૈકી એસઈબીસી તથા ઓબીસી કેટેગરીની બીસીકે -81- એ યોજના માં 65 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતાં.

જેમાંથી 57ને, બીસીકે -81 યોજનાં માં 2 માંથી 1ને , બીસીકે 78 યોજનાં માં 8 માંથી 5 પોસ્ટ એચએસી સ્કોલરશીપની વિધાર્થીનીઓની બીસીકે 78 યોજનામાં 8માંથી 5ને શિષ્યવૃત્તિ મળી હતી. જ્યારે ડોક્ટર આંબેડકર સ્કોલરશીપ યોજનામાં 66 માંથી 56, અમબ્રેલા સ્કીમ યોજનામાં 23 માંથી 15,વિકેવાય-156 યોજનામાં 10 માંથી 8 ,બીસીકે-5 યોજનામાં 3 માંથી 3, બીસીકે 6.1 યોજનામાં 9માંથી 8, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 39 માંથી 32 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...