મ્યુકરમાઇકોસીસનું વધતું પ્રમાણ:જામનગરમાં બ્લેક ફંગસના 184 દર્દી, 4 એ આંખો ગુમાવી તો 5 એ જીવ ખોયા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જી.જી. હોસ્પિટલના ઇએનટી હેડ ડો.નીરલ મોદીના શબ્દોમાં જાણો વાસ્તવિકતાનો ચિતાર
  • હાલ 133 દર્દી સારવાર હેઠળ : 11 દર્દીઓને વધુ સારવાર માટે હાયર સેન્ટર મોકલાયા

જામનગરમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના કુલ 184 કેસ જી.જી હોસ્પીટલમાં નોંધાયા છે. જેમાંથી 10 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 133 દર્દી સારવાર લઈ રહ્યા છે. બ્લેક ફંગસના કારણે 5 દર્દીએ પોતાનો જીવ ખોયો છે તો 4 દર્દીએ પોતાની આંખ ગુમાવી છે.

આ દર્દીઓમાંથી 29 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ તો 152 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જયારે 2 દર્દીઓ કોરોના શંકાસ્પદ જણાયા હતા. બ્લેક ફંગસના ભોગ બનેલા દર્દી માંથી 140 દર્દીને ડાયબિટીસની બિમારી છે. અત્યાર સુધીમાં 69 મેજર અને 25 જેટલી માઇનોર સર્જરી કરવામાં આવી છે. કોરોનામાં વધુ પડતું ઓક્સિજન લેનાર 68, સ્ટીરોઇડવાળા 97 અને રેમડેસીવીર ઇન્જેકશન આપેલા 50 તો ડાયાબીટીસ ધરાવતા 140 દર્દી મ્યુકર માઇકોસીસનો શિકાર થયા છે.

ફંગસ મગજમાં ન પહોંચે માટે આંખ કાઢવી પડે
સામાન્ય રીતે દર્દીને આંખમાં ફંગસનું પ્રમાણ વધુ હોય તેવા સંજોગોમાં આંખ કાઢવામાં આવે છે. કારણ કે જો ફંગસ આંખમાં રહી જાય તો તે ધીમે ધીમે દર્દીના મગજમાં પ્રસરે છે. આથી દર્દીને બ્રેઇન હેમરેજ અથવા મગજને લગતી અન્ય બિમારી થઈ શકે છે. આ કારણોસર દર્દીની આંખ કાઢવી પડે છે. > ડો. નિરલ મોદી, ઇએનટી હેડ, જી.જી હોસ્પિટલ, જામનગર

આ સંજોગોમાં આંખ ગૂમાવવી પડે
> વિઝન ઓછું થવું
> આખનું હલનચલન ઓછું થવું
> આંખમાં ફંગસનુ વધુ પડતું પ્રમાણ

બ્લેક ફંગસના નિદાન માટે આ રિપોર્ટ જરૂરી
> એમઆરઇ
​​​​​​​​​​​​​​ > બ્રેન ઓરબીટ
> પેરાનીઝલ સાઇનસ
> બાયોપ્સ

અન્ય સમાચારો પણ છે...