કાર્યવાહી:જામનગરમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી 17 બોટલ દારૂ ઝડપાયો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને બસ સહિત રૂ.509400 નો મુદામાલ કબ્જે કરાયો

જામનગરમાં પોલીસ સર્વેલન્સ સ્કવોડ ગુલાબનગર ચેકપોસ્ટ પર હતી ત્યારે ટુરમાંથી પરત આવતી પટેલ ટ્રાવેલ્સની બસ નં. જીજે03વાય 0899 માં કલીનર અને ચાલક દારૂનો જથ્થો લઇને આવતા હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે બસને આંતરી તલાસી લીધી હતી. ચેકીંગ દરમ્યાન બસના ચાલક મોટી બાણુંગારના અશોક હરખાભાઇ વાસઝારિયા અને કલીનર રજનીકાંત લક્ષમણદાસ નંદાસણાના કબ્જામાંથી 17 બોટલ દારૂ, 6 બીયરના ટીન મળ્યા હતા. બંનેની અટક કરી દારૂ, બસ સહિત રૂ.509400ની મતા કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...