કાર્યવાહી:જામનગરમાં આચારસંહિતા ભંગ બદલ 12 બોર્ડ-બેનર જપ્ત કરાયા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ અન્વયે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી
  • સુપર માર્કેટ, ખોડીયાર કોલોની માર્ગ પર રેકડીઓ દૂર કરવા કવાયત

જામનગરમાં આચારસંહિતાની ફરિયાદ અન્વયે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાંથી 12 બોર્ડ અને બેનર જપ્ત કરાયા હતાં. સુપર માર્કેટ અને ખોડીયાર કોલોની માર્ગ પર રેકડીઓ દૂર કરવા કર્મચારીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં આચાર સહિતાની કામગીરી અન્વયે આવેલ ફરિયાદ મુજબ શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી બોર્ડ અને બેનર દુર કરી ઓફિસે જમા કર્યા હતાં. જેમાં 6 બોર્ડ અને 6 બેનરનો સમાવેશ થાય છે. શહેરમાં સુપર માર્કેટ રોડ અનુપમ રોડ પર રેકડી ન આવે તે માટે બે માણસ તથા ખોડીયાર કોલોની રોડ પર રેકડી ન આવે તે માટે એક માણસ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ કામગીરી એસ્ટેટ ઓફિસર એન.આર.દિક્ષિત તથા દબાણ નિરિક્ષક રાજભા ચાવડા, સુનીલભાઈ ભાનુસાલી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...