તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકિલ મંડળમાં ચિંતા:જામનગરમાં 11 વકિલો કોરોનાની ચૂંગાલમાં સપડાયા

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં પાબંધીની ભીતિથી પાન-માવા અને કરિયાણાની દુકાનો પર ભીડ - Divya Bhaskar
જામનગરમાં પાબંધીની ભીતિથી પાન-માવા અને કરિયાણાની દુકાનો પર ભીડ
 • અરજન્ટ કેસ સિવાયની કામગીરી 21 એપ્રિલ સુધી મુલતવી રાખવા બાર એસોસિએશનનો નિર્ણય
 • જામીન, મનાઇહુકમ, રિમાન્ડ, ભરણપોષણ કેસ ચાલશે
 • જામનગરમાં પાબંધીની ભીતિથી પાન-માવા અને કરિયાણાની દુકાનો પર ભીડ

જામનગરમાં કોરોના વકરતા બાર એસોસીએશનના 11 વકીલ સભ્યો સંક્રમીત થતાં સારવારમાં હોય અરજન્ટ કેસ સિવાયની કામગીરી 21 એપ્રિલ સુધી મુલતવી રાખવા વકીલ મંડળે ઠરાવ કર્યો છે. અરજન્ટ કામગીરીમાં જામીન, મનાઇ હુકમ, રિમાન્ડ અરજી, ભરણપોષણ કેસનો સમાવેશ કરાયો છે.

જામનગર બાર એસોસિએશનના સભ્યોની તાકીદની મીટીંગ મંગળવારના વર્ચ્યુઅલ રીતે મળી હતી. જેમાં સભ્યોની સહમતી અને સૂચનોને ધ્યાને લઇ તથા વકીલ મંડળના 11 સભ્ય કોરોનાગ્રસ્ત થતા સારવારમાં હોય વકીલો અને તેના પરિજનોના સ્વાસ્થયને અનુલક્ષીને જામનગરની તમામ કોર્ટમાં જામીન, મનાઇહુકમ, રિમાન્ડની અરજી, ભરણપો ષણ તથા કલેઇમ કેસમાં રકમ ઉપાડવાની અરજી સિવાયના તમામ કેસ તા.21 એપ્રિલ સુધી મુલતવી રાખવા ઠરાવ કર્યો હતો. આ ઠરાવ પ્રિન્સીપાલ ડ્રીસ્ટીકટ જજ મારફત ચીફ જસ્ટીસને મોકલી જરૂરી સૂચના આપવા અનુરોધ કરાયો હતો.

જેમાં પક્ષકારોની અનિવાર્ય હાજરી સિવાય કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં ન આવે, 21 એપ્રિલ સુધી લગત કેસમાં જે તે સ્ટેજ જાળવી રાખવી હુકમ કે વોરંટની કાર્યવાહી ન કરવા સૂચના આપવા જણાવાયું છે.

જામનગરમાં પાબંધીની ભીતિથી પાન-માવા અને કરિયાણાની દુકાનો પર ભીડ
જામનગરમાં પાબંધીની ભીતિથી પાન-માવા અને કરિયાણાની દુકાનો પર ભીડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો