કાર્યવાહી:જામનગરમાં વર્લી-મટકાના આંકડા લેતા 1 શખસ પકડાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વર્લીનું સાહિત્ય તથા રોકડ કબજે કરી

જામનગરમાં ગોલ્ડન સીટી વિસ્તારમાં શિવ હોટેલ પાસે વરલી મટકા આકડા લઇ જુગાર રમતા રમાડતા એક સખ્સને સીટી સી ડીવીજન પોલીસે પકડી પાડ્યો છે. જામનગરમાં ગોલ્ડન સિટી સામે, શિવ હોટલ પાસે જાહેર જગ્યામાંથી સિટી સી ડિવિઝન પોલીસે અલ્તાફભાઇ ઇશાકભાઇ ગાળા રહે. પાવર હાઉસ વાળા આવાસ, બ્લોક નં.17 રૂમ નં.12, જામનગરવાળા શખસને વર્લી-મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી વર્લી-મટકાના આંકડા લખેલ એક ચીઠ્ઠી અને રૂપિયા 570ની રોકડ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આ શખસની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...