તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર વિરોધ:જામજોધપુરમાં વિપક્ષના સભ્યોએ પ્રમુખને દૂરબીન, કાતર આપ્યા

જામજોધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના સભ્યોના ભ્રષ્ટાચાર બંધ કરો ના સૂત્રોચ્ચાર
  • ઓફીસમાં બેસી કામ, માર્ગો તૂટી જતાં આંખ ઉઘાડવાનો પ્રયાસ

જામજોધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે પ્રમુખને દૂરબીન, કાતર આપી ભ્રષ્ટાચાર બંધ કરો ના નારા લગાવી નવતર વિરોધ કરી ઓફીસમાં બેસી કામ, માર્ગો તૂટી જતાં આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. જામજોધપુર નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારના રોજ મળી હતી. સભાગૃહમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો ભ્રષ્ટાચાર બંધ કરો ના સૂત્રોચ્ચાર સાથે સભાગૃહમાં પ્રવેશ્યા હતાં.

આટલું જ નહીં કોંગી સભ્યોએ મહિલા પ્રમુખ અને સતાધીશોને દૂરબીન, કાતર અને લેવલ પટ્ટી અર્પણ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. દૂરબીન એટલા માટે કે પ્રમુખ ઓફીસમાં બેસી કામ કરતા હોય, નવા બનેલા રોડ એક મહિનામાં તૂટી જતાં દૂરબીનથી જોઇ શકે તે માટે તથા માર્ગોનું કામ લેવલ સાથે થાય તે માટે લેવલ પટ્ટી અપર્ણ કરવામાં આવી હતી. તદઉપરાંત રોડના કામ લોટ પાણીને લાકડા જેવા થતા હોય ભ્રષ્ટાચાર દેખાતો ન હોય આંખ પર બંધાયેલી પટ્ટી દૂર કરવા કાતર ભેટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો