તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામજોધપુર-જામનગરમાં જુગાર રમતા 8 શખસોને ઝડપી લેવાયા

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામજોધપુર ગામમાં જુગારના દરોડા વેળાએ 3 શખસો નાસી છૂટવામાં સફળ થયા

જામજોધપુર અને જામનગરમાં જુગાર સંબંધીત બે દરોડા પાડી 8 શખસોને જુગાર રમતા પકડી પાડયા છે. જયારે ત્રણ શખસો ફરાર થઇ જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરમાં વાઘેરવાડામાં દાવલશાહ ફળી ચોકમાં અમુક શખ્સો જાહેરમાં ઘોડીપાસા ફેંકી જુગાર રમતા હોવાની સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા અબ્દુલરજાક જુમાભાઇ ગજીયા, હસન હાજીભાઇ આંબલીયા, હિતેષ રમેશભાઇ રાઠોડ, હિરેન ધીરૂભા પરી, દિનેશ ચમનભાઇ ડાભી નામના શખસોને દબોચી લીધા હતા.

પોલીસે આ તમામ શખસોના કબ્જામાંથી રૂા.11,250ની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. જયારે જામજોધપુર તાલુકાના વાલાસણ ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી શિવાકાંઠાની વાડી વિસ્તારમાં આવેલ વોકળાના કાંઠે ખુલા પટમાં જુગાર રમી રહેલા શાંતિલાલ પ્રેમજીભાઇ ભડાણીયા, મનસુખલાલ ગાંડુભાઇ રતનપરા, પરષોત્તમભાઇ છગનભાઇ વૈષ્નાણી નામના શખસોને પોલીસે રૂા.11,130ની રોકડ અને બે બાઈક સહિત રૂા.35,130ના મુદામાલ સાથે પકડી પાડયા હતા. જયારે ઘનશ્યામસિંહ અજીતસિંહ વાળા, ગીરીશભાઇ આંબાભાઇ ચૌહાણ અને બાઘુભા રણજીતસિંહ વાળા ફરાર થતા શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...