કાર્યવાહી:જામજોધપુરમાં બે બાઈકની ચોરી આચરનાર પરપ્રાંતિય શખસ ઝબ્બે

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • શહેરના પટેલ સમાજ પાસે એપાર્ટમાંથી જુદા જુદા બે વાહનની ઉઠાંતરી થઇ’તી
  • બંને ચોરાઉ વાહન કબજે,પકડાયેલા પરપ્રાંતિય શખસની સઘન પુછપરછ શરૂ કરાઇ

જામજોધપુર શહેરમાં પોલીસે જુદા જુદા બે બાઇકની ચોરી કરનાર પરપ્રાંતિય શખસને દબોચી લીઘો હતો.પોલીસે ગણતરીના કલાકો દરમિયાન જ દબોચી લીધોલા આરોપી પાસેથી રૂ. 35 હજારની કિંમતના બે વાહન કબજે કર્યા છે.પકડાયેલા શખસની પોલીસે સધન પુછપરછ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામજોધપુરમા઼ પટેલ સમાજ સામે ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસેથી જુદા જુદા બે બાઇક કોઇ અજાણ્યો શખસ ચોરી કરી લઇ ગયાનો બનાવ પોલીસ દફતરે પહોચ્યો હતો.જેની ફરીયાદના આધારે પીઆઇ કે.સી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસએ તપાસ હાથ ધરી હતી જે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ. પ્રજ્ઞરાજસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા અને પોલાભાઇ ઓડેદરા સહિતની ટીમને ઉકત સ્થળેથી ચોરી થયેલા બાઇક સાથે એક પરપ્રાંતિય શખસ આંટા ફેરા કરી રહયો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટુકડીએ વોચ ગોઠવી ગોવિંદ ઢલારામ બાવરી નામના શખસને દબોચી લીઘો હતો.પોલીસે તેના કબજામાંથી ચોરીમાં થયેલા બંને બાઇક સહિત રૂ. 35 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડી પાડેલો આરોપી ગોવિંદ મુળ રાજસ્થાનના પાલી જીલ્લાના વાયદ ગામનો વતની હોવાનુ અને મજુરીકામ કરતો હોવાનુ બહાર આવ્યુ છે. પોલીસે આરોપીની વધુ પુછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...