તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામજોધપુરમાં મકાનમાં જુગાર રમતી 3 મહિલાઓ સહિત 4 પકડાયા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર તાલુકાના બેડમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઝડપાયા

જામજોધપુરમાં ઢોલીયાવાડી બગીચા પાસે પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી ત્રણ મહિલા સહિત 4 શખ્સોને તીનપત્તી નામનો જુગાર રમતા પકડી પાડયા છે. જયારે જામનગર નજીકના બેડ ગામે સિક્કા પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા આંતરી લીધા છે.

જામજોધપુર તાલુકા મથકે ઢોલીયાવાડી બગીચા પાસે રહેતા ચેતનાબેન હર્ષદભાઇ ઘેટીયા નામના મહિલા પોતાના મકાનમાં અન્ય મહિલાઓને બહારથી બોલાવી જુગાર રમાડી પોતાના લાભ માટે નાલ ઉઘરાવતા હોવાની ચોક્કસ હકિકત મળતા પોલીસે દરોડો પાડયો હતો. સ્થાનિક પોલીસના દરોડા દરમ્યાન બંધ મકાનમાં જુગાર રમી રહેલ ચેતનાબેન હર્ષદભાઇ ઘેટીયા, મંગળાબેન ચંદુભાઇ નનેરા, સંતોકબેન કેશુભાઇ જોટંગીયા, ઉકાભાઇ ભીમસીભાઇ આંબલીયા નામના શખસોની પકડી પાડયા હતા.

પોલીસે તમામના કબ્જામાંથી રૂા.11,700ની રોકડ, ચાર મોબાઇલ સહિત રૂા.19,700નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે જામનગર નજીકના બેડ ગામે નદીના પુલ ઉપર બાવળની ઝાળીઓમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની હક્કિતને લઇને સિક્કા પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન બાવળની ઝાળીઓમાં જુગાર રમી રહેલા ફરીદ ઇબ્રાહીમભાઇ ચૌહાણ, ઇબ્રાહીમ અબ્દુલભાઇ ટુલા, અબરાર અબ્બાસભાઇ સાંઢ નામના શખસોને આંતરી લીધા હતા. પોલીસે આ શખસોના કબ્જામાંથી રૂા.3300નો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...