ધરપકડ:જામજોધપુરમાં 12 વર્ષ પૂર્વે 5 ચોરીમાં નાસતાે આરોપી ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્કવોડે જુનાગઢથી મજૂરી કરતો પકડી પાડ્યો

વર્ષ 2009 માં જામજોધપુર પંથકમાં સમયાંતરે થયેલી પાંચ ચોરીમાં સંડોવાયેલા એક શખસને પેરોલ-ફર્લો સ્ક્વોડે બાર વર્ષે જૂનાગઢ જિલ્લાના કેવદ્રા ગામેથી પકડી પાડ્યો છે.જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં વર્ષ 2009માં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસના ગાળા દરમિયાન જુદી-જુદી પાંચ ચોરીઓ થવા પામી હતી. ઉપરા ઉપરી ચોરીઓ આચરી પાંગળાભાઇ ભીમાભાઇ બિલવાલ નામનો મૂળ દાહોદ જિલ્લાનો શખ્સ નાશી ગયો હતો.

આ બનાવના બારમાં વર્ષે આરોપી જૂનાગઢ જિલ્લાના કેવદ્રા ગામે મજુરી કામ કરતો હોવાની પેરોલ-ફર્લો સ્ક્વોડને હકીકત મળી હતી. આ હકીકતના આધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેશોદ તાલુકાના કેવદ્રા ગામના પાટિયા પાસે રહી મજુરી કામ કરતા શખસે ફર્લો સ્ક્વોડે પકડી પાડ્યો હતો. આ શખસને જામનગર લઇ આવી જામજોધુપર પોલીસ દફતરને હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...