જોડીયા તાલુકાના જામ દુધઇ ગામે પ્રથમ નાગરીક એવા સરપંચ સેવાની અનોખી મિશાલ પુરી પાડે છે.લગભગ ત્રણ દશકાથી મુકિતધામમાં સ્વ ખર્ચે લાકડા ખરીદવાની સાથે વૃક્ષ ઉછેર સહિતની સેવાકિય પ્રવૃતિઓમાં અગ્રેસર રહયા છે.જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
જોડીયા તાલુકાના જામ દુધઈ ગામના સેવાભાવી સરપંચ જાદવજીભાઇ પ્રેમજીભાઇ ગાભવા ત્રણેક દશકાથી સેવા કાર્યોના સારથી બન્યા છે.જો ગામમાં કોઇ સમાજના વ્યકિતનુ અવસાન થાય એની ખબર પડે સાથે જ મુકિતધામ પહોચી જાય છે.કોઇપણ જ્ઞાતિ કે સમાજનો વ્યકિત હોય તેઓ પોતે જ મુકિતધામમાં હાથથી લાકડાં ગોઠવીને તૈયાર કરી રાખે છે. જયારે તેઓની અંતિમ ક્રિયાની તમામ વિધિ પુર્ણ ન થાય ત્યાં સુધી તેઓ અચુક પણે હાજર રહે છે. તેઓ લગભગ અઢીથી ત્રણ દશકાથી અવિરત સેવા કાર્ય કરી રહયા છે.
તેઓ લાકડા પણ પોતાના ખર્ચે લ્યે છે,ગામલોકો પાસે કોઇ ફાળો કે પૈસા લેતાં નથી.સાથ સાથ તેઓ વૃક્ષારોપણ પ્રવૃતિમાં પણ સિંહફાળો આપી રહયા છે. વર્તમાન સરપંચ અને સહકારી મંડળીના પ્રમુખપદે સેવા આપી રહેલા જાદવજીભાઇ ગાંભવા સેવાની અનોખી મિશાલ પુરી પાડી રહયા છે.જયારે ગામમાં મોટા ભાગે તમામ વર્ણની વસ્તી નોંધપાત્ર વસ્તી છે. ત્યારે જામ દુધઈ અને નવા દુધઈ આ બને ગામમાં સંપ પણ એવો છેકે, નાતજાતના ભેદભાવ વગર સ્મશાન ક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.