વીજબીલ બાકી:હાલારમાં રૂ. 67. 65 કરોડના વીજબીલ બાકી, સૌથી વધુ જામનગર સીટી-2માં 20.89 કરોડ, ઓછું જામજોધપુરમાં 5.2 કરોડનું લેણું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીજબીલ ન ભરનાર કુલ 12,728 આસામીના વીજ કનેક્શન કાપવામાં આવ્યા

જામનગર અને દેભૂમિ દ્રારકા શહેર-જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું રૂ. 67 કરોડ 65 લાખનું લેણું વીજ ગ્રાહકો પાસે બાકી છે. જેમાં સૌથી વધુ જામનગર સિટી 2 ડિવિઝનમાં રૂ. 20.89કરોડ અને સૌથી ઓછું જામજોધપુર ડિવિઝનમાં રૂ.5.2કરોડનો સમાવેશ થાય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજબીલ ન ભરનાર બાકીદાર ગ્રાહકો સામે કડક પગલાં લઇ કુલ 12728 ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેમ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ ભાસ્કરને જણાવ્યું હતું. જામનગર પીજીવીસીએલ સર્કલમાં ઘરેલુ, ઔદ્યોગિક, ખેતીવાડી સહિતના કુલ 189730 વીજ જોડાણ છે.

જેમાં 4 નવેમ્બરની સ્થિતિએ વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો કે જે પૈકી રૂ.1000થી વધુ રકમનું બિલ ન ભર્યું હોય તેવા કનેક્શન ધારકો પાસેથી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું રૂ. 67 કરોડ 65 લાખનું લેણું નીકળે છે. જેમાં સૌથી વધુ જામનગર સીટી-2 ડિવિઝન એટલે કે ગોકુલનગર,ખંભાળિયા ગેઇટ તથા જીઆઇડીસી સહિતના વિસ્તાર કે જેમાં કુલ 37,818 વીજ જોડાણ આવેલા તેનો સમાવેશ થાય છે. જેમાંથી રૂ. 20.89 કરોડના વીજબીલ અગમ્ય કારણોસર વીજ ગ્રાહકોએ ભર્યા નથી. જ્યારે વીજ કંપનીનું સૌથી ઓછું લેણું જામજોધપુર ડિવિઝનમાં છે. આ ડિવિઝનમાં કુલ 16677 વીજ જોડાણ આવેલા છે. જેમાં કુલ રૂ.5.23કરોડનું લેણું બાકી છે.

ફેકટફાઇલ; જામનગર-દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ કંપનીનું બાકી લેણું

સબ ડિવિઝનવીજ જોડાણરૂપિયા (કરોડમાં)
જામનગર સીટી-13480715.8516
જામનગર સીટી-23781820.8924
જામનગર ગ્રામ્ય260488.3213
જામજોધપુર166775.2301
ખંભાળિયા191046.5086
દેવભૂમિ દ્વારકા5527610.8404

5000થી વધુ વીજબીલ બાકી ધરાવતા ગ્રાહકો સામે પહેલાં કાર્યવાહી
પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાજિલ્લામાંમાં દરરોજ 100 થી 150 જેટલી ટીમને અલગ અલગ ડિવિઝનમાં મોકલી બાકી વીજ બીલની વસુલાત અર્થે મોકલવામાં આવે છે. લાંબા સમયથી ગ્રાહકોએ વીજ બીલ ભર્યા નથી તેની સામે કડક કાર્યવાહી કરી તેના જોડાણ કટ કરવામાં આવે છે. ઉપરાંત જેનું વીજબીલ રૂ. 5 હજારથી વધુ બાકી હોય તેને અગ્રતા આપી જરૂર પડે તો વીજ પુરવઠો અટકાવવા સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...