તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન વિભાગ દ્વારા આ વૃક્ષોનું વાવેતર:હાલારમાં વન વિભાગે બે વર્ષમાં વાવેલા કુલ 8,98,000 રોપામાંથી 1,46,000 ઉછર્યા જ નહિં

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન મહોત્સવની ઉજવણી સામે સવાલ: રોપાના ઉછેર ન થવા પાછળ બેદરકારી કે પછી વરસાદ, ઓછી ફળદ્રુપતાવાળી જમીન, પશુઓનો ત્રાસ કારણભૂત

હાલારમાં વનવિભાગે સામાજીક વનીકરણ યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં વાવેલાં 8,98,000 રોપામાંથી 1,46,000 રોપાનો ઉછેર ન થતા અનેક સવાલો ઊઠ્યા છે . બીજી બાજુ વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21માં રોપાના વાવેતર વિસ્તારમાં જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લામાં મળીને કુલ 309 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. આથી દર વર્ષે ઉજવામાં આવતા વન મોહત્સવ સામે પ્રશ્નો ઉભા થયા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વનવિભાગ દ્વારા સામાજીક વનીકરણ યોજના અંતર્ગત દર વર્ષે રોપા એટલે કે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં એટલે વર્ષ 2019 -20 અને 2020-21 વન વિભાગે દ્વારા જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં કુલ 1021 હેક્ટરમાં કુલ 8,98,000 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં બંને વર્ષના અંતે 752000 રોપા જીવંત રહ્યા છે. જયારે 1,46,000 રોપાનો ઉછેર જ થયો ન હતો. ત્યારે રોપાઓના ઉછેર ન થવા પાછળ વરસાદ, ઓછી ફળદ્રુપતા વાળી જમીન અને પશુઓનો ત્રાસ કારણભૂત હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

માલઢોર, નીલગાયના ત્રાસના કારણે રોપાને નુકસાન
રોપાના વાવેતર બાદ નીલગાય , માલઢોર રોપાના ઉછેરમાં અવરોધરૂપ બને છે. તદઉપરાંત વરસાદ તેમજ અમુક ઓછી ફળદ્રુપતાવાળી જમીનને કારણે પણ રોપાનો યોગ્ય ઉછેર થતો નથી.> એચ.એન.પરમાર, એસીએફ, જામનગર વનવિભાગ

દેવભૂમિ દ્વારકા જિલ્લો વર્ષ 2020-21

તાલુકોજમીન વિસ્તાર (હેકટરમાં)વાવેલા રોપાની સંખ્યા (લાખમાં)

જીવંત રોપાની સંખ્યા (લાખમાં)

ખંભાળિયા430.40.32
ભાણવડ400.370.31
કલ્યાણપુર430.390.29
દ્વારકા360.320.25

​​​​​​​

દેવભૂમિ દ્વારકા જિલ્લો વર્ષ 2019-20

તાલુકોજમીન વિસ્તાર (હેકટરમાં)વાવેલા રોપાની સંખ્યા (લાખમાં)જીવંત રોપાની સંખ્યા (લાખમાં)
ખંભાળિયા770.650.57
ભાણવડ760.640.52
કલ્યાણપુર770.710.63
દ્વારકા550.490.39

​​​​​​​જામનગર જિલ્લો વર્ષ 2019-20

તાલુકોજમીન વિસ્તાર (હેકટરમાં)વાવેલા રોપાની સંખ્યા (લાખમાં)જીવંત રોપાની સંખ્યા (લાખમાં)
જામનગર780.660.56
જામજોધપુર740.630.53
લાલપુર740.630.53
કાલાવડ770.660.53
ધ્રોલ770.660.54

​​​​​​​

જામનગર જિલ્લો વર્ષ 2020-21

તાલુકોજમીન વિસ્તાર (હેકટરમાં)વાવેલા રોપાની સંખ્યા (લાખમાં)જીવંત રોપાની સંખ્યા (લાખમાં)
જામનગર400.360.3
જામજોધપુર380.350.32
લાલપુર370.360.31
કાલાવડ390.360.31
ધ્રોલ400.360.32

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...