પરીક્ષા પૂર્ણ:હાલારમાં ગુજકેટની પરીક્ષામાં 133 વિદ્યાાર્થી ગેરહાજર રહ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરરીતિનો કોઈ કેસ ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો
  • બંને જિલ્લામાં​​​​​​​ ફીઝીકસ-કેમેસ્ટ્રીના પેપરમાં વધુ ગેરહાજરી

હાલારમાં 13 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 133 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. બંને જિલ્લામાં ફીઝીકસ-કેમેસ્ટ્રીના પેપરમાં વધુ ગેરહાજરી રહી હતી.ગેરરીતિનો કોઇ કેસ ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ધો.12 પછી એન્જીનીયરીંગ સહિતના ક્ષેત્રમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા મહત્વની છે. હાલાર સહિત રાજયભરમાં સોમવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી.

જામનગર શહેરમાં કુલ 11 કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ હતી. જેમાં ફીઝીકસ અને કેમેસ્ટ્રીના પેપરમાં કુલ 2060 માંથી 2002, જીવ વિજ્ઞાનના પેપરમાં 1241 માંથી 1206, ગણીતમાં 833 માંથી 809 છાત્ર હાજર રહ્યા હતાં. દેવભૂમિ દ્રારકા જિલ્લામાં બે કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ હતી. જેમાં ફીઝીકસ અને કેમેસ્ટ્રીના પેપરમાં કુલ 389 માંથી 381, જીવ વિજ્ઞાનના પેપરમાં 276 માંથી 269, ગણીતના પેપરમાં 114 માંથી 113 છાત્ર હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...