વિચિત્ર બનાવ:હડમતિયામાં એસિડની બોટલ મોઢેથી ખોલવા જતા પી જવાથી યુવતીનું મોત, સફાઈ કરતી સમયે બન્યો બનાવ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

જામનગર તાલુકાના હડમતિયા ગામમાં રહેતી યુવતી બે સપ્તાહ પૂર્વે તેના ઘરે કચરા પોતા કરતી હતી ત્યારે એસિડની બોટલ મોઢેથી ખોલવા જતાં એસિડ પી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના ગુલાબનગર પાસે આવેલા નારાયણનગરમાં રહેતા વૃધ્ધાને તેણીના ઘરે નિંદ્રાધિન હાલતમાં હૃદયરોગનો હુમલો આવી જવાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હડમતિયા ગામમાં રહેતાં દેવાભાઈ આલાભાઈ ખરા નામના યુવાનની પુત્રી રોશનીબેન ઉ.18 નામની યુવતી ગત તા.5 ના રોજ સાવરના સમયે તેણીના ઘરે કચરા પોતા કરતી હતી તે દરમિયાન બાથરૂમમાં રહેલી એસિડની બોટલ મોઢેથી ખોલવા જતાં સમયે એસિડ પી જતા તબિયત લથડવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન રવિવારે મોડી સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલા નારાયણનગરમાં બ્લોક નં.61માં રહેતા મંજુબેન વીરજીભાઈ વાકડિયા ઉ.67 નામના વૃધ્ધા રવિવારે સવારના સમયે તેના ઘરે નિંદ્રાધિન હતાં તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની વીરજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...