તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દરેડ ગામે ‘તું કેમ છોકરીઓ સામે જુએ છે’ કહી યુવાનને ત્રિપૂટીએ લમધાર્યો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેલાના 3 સામે માર મારવા અને અપમાનિત કરવા અંગેની ફરિયાદ

જામનગર નજીક દરેડ ગામે 3 શખસોએ એક યુવાનને માર મારી અપમાનિત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગર નજીક દરેડ ગામે મુરલીધર પેટ્રોલ પંપ સામે જવાના રસ્તે સાંજના સુમારે પસાર થઈ રહેલા તુષાર દિનેશભાઈ સાદિયા પર વિશાલ દરબાર, બ્રિજરાજસિંહ ભૂપતસિંહ દલજાડેજા અને યુવરાજ નામના ચેલાના ત્રણ શખસોએ આંતરી તું કેમ છોકરીઓ સામે જોશ તેમ કહી માર મારી અપમાનિત કરતા પોલીસમાં ફરિયાદ થઈ છે.આ બનાવની ફરિયાદના આધારે પંચકોશી-બી પોલીસે ત્રણેય સામે હુમલો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...