કાર્યવાહી:દરેડમાં તીનપત્તીનો જુગાર રમતા પરપ્રાંતિયો ઝડપાયા

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીકાંઠે ઘોડીપાસાનો જુગાર રમતા 3 પકડાયા

જામનગર નજીક દરેડ ગામે જુગાર રમી રહેલા 5 પરપ્રાંતિય શખસને પોલીસે રૂા.12 હજાર ઉપરાંતની રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે. જામનગર નજીક દરેડ ગામે શિવમ રેસીડેન્સીમાં આવેલા ચામુંડા પાનવાળી ગલીમાં જાહેરમાં તીનપત્તી રોનપોલીસનો જુગાર રમી રહેલા કલુ ચંદ્રપાલ કઠેરિયા, માનેન્દ્ર જીવારામકુમાર, મુનીત્યાગ નવાબખાન સેફી, સદામ અસગરખાન તૈલી અને આમીર સતારખાન સેફીને પોલીસે રોકડ રૂા.12,320 સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

બીજા દરોડામાં શહેરના નાગેશ્વર કોલોની મોમાઈ માતાજીના મંદિર પાછળ નદીના કાંઠે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા મનોજ રાજુ બાંભણિયા, મનજી કરશન રાઠોડ અને સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેરને પોલીસે રૂા.19300 તથા ઘોડીપાસા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...