રાહુલ ગાંધીએ માણ્યો કાઠિયાવાડી ભોજનનો સ્વાદ:દ્વારકામાં કોંગ્રેસના નેતા 130 રૂપિયાની થાળીમાં સામાન્ય લોકોની જેમ જમ્યા, આંગળીઓ ચાટતા રહી ગયા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોગ્રેસના નેતાઓ અને આગેવાનો સાથે હોટલમાં રાહુલ ગાંધીએ ભોજન કર્યું
  • ગુજરાતી શાક, રોટલી અને દાળભાતનો સ્વાદ માણ્યો

દ્વારકા કોંગ્રેસની ચિંતન શીબીરમાં આવેલા રાહુલ ગાંધીએ કાઠીયાવાડી ભોજન માણ્યુ હતું. માધવ સ્પે. કાઠીયાવાડી રેસ્ટોરન્સમાં સામાન્ય માણસની જેમ બેસીને રાહુલ ગાંધીએ કાઠિયાવાડી ભોજન કર્યુ હતું. તેમની સાથે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકર, કોગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયા, અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી સહિતનાઓ સાથે બેસીને રાહુલ ગાંધીએ ભોજન માણ્યુ હતું. રાહુલ ગાંધીએ ગુજરાતી શાક, રોટલી, દાળ ભાત જમ્યા હતા. ગુજરાતી થાળી જમીને આનંદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, માધવ સ્પે. કાઠિયાવાડી હોટેલમાં સામાન્ય રીતે 130 રૂપિયામાં અનલીમીટેડ કાઠિયાવાડી જમવાનું મળે છે. જેમાં રોટલી, 4 જાતના શાક, દાળ, ભાત અને છાશ, પાપડ, દેશી ગોળ સહિતનું મળે છે.

રાહુલ ગાંધી ઓચિંતા જમવા આવી પહોંચ્યાઃ હોટલ માલિક

દ્વારકા ખાતે રાહુલ ગાંધીએ મંદિરની બાજુમાં આવેલી રેસ્ટોરેન્ટમાં ભોજન કર્યું હતું. રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે, કોઈ નિર્ધારિત કાર્યક્રમ ન હતો અને અમને ખબર પણ ન હતી. અમે રાહુલ ગાંધી મંદિરમાં દર્શન કરવા ગયા હતા જેથી તે પરત નિકળશે ત્યારે તેને જોવા માટે રોડ પર ઉભા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીનો કાફલો ઓચિંતા નીકળ્યો હતો. ત્યારે અમે મસ્તી કરતા હતા કે, રાહુલ ગાંધીને જમવા બોલાવજો ત્યારે ભગવાન દ્વારકાધીશ મનમાં રહેલી વાત જાણી ગયા હોય તેમ રાહુલ ગાંધીએ પોતાની કાર ધીમી પાડી અને કહ્યું ચાલો અહિયાં જમવા જવું છે. નેતાઓ સાથે જમવા આવ્યા ત્યારે તરત જ અમે અમારા રેસ્ટોરેન્ટની ટ્રેડિશનલ થાળી છે તેમને પીરસવામાં આવી હતી.

છોલે ભટુરે અને આલુ પરોઠા ​​​​​સહિતનું ભોજન કર્યુ
હોટલ માલિકે વધુમાં જણાવ્યું કે, કાઠીયાવાડી ગુજરાતી થાળી જમવામાં આપી હતી. જેમાં અમે રેગ્યુલર અમારી ચાર પ્રકારના શાક, દાળ-ભાત, રોટલી, પાપડ, છાશ દેશી ઘી સલાડ સહિતની વસ્તુનું મેન્યુ હોય છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમજ આગેવાનોને અમે પીરસવાનું શરૂ કર્યું હતું. હોટલ માલિકે કહ્યુ કે, મને મનમાં એવું લાગ્યું હતું કે, રાહુલ ગાંધીને છોલે ભટુરે અને આલુ પરોઠા વધુ પસંદ હશે. અમે છોલે ભટુરે અને આલુ પરોઠા પીરસવાનું શરૂ કર્યું હતું.

રાહુલ ગાંધીને સેવ ટમેટાનું શાક વધુ પસંદ આવ્યું
આ દરમિયાન જમતા જમતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અહિંની ગુજરાતી થાળી મને બહુ પસંદ આવી છે. રાહુલ ગાંધીને સેવ ટમેટાનું શાક અને રોટલી વધુ પસંદ આવ્યા હતા અને આલુ પરાઠે તેમજ છોલે ભટુરે પણ પસંદ પડ્યા હતા. રાહુલ ગાંધીએ 20 મિનિટ જેટલો સમયગાળો રેસ્ટોરેન્ટમાં કાઢ્યો હતો અને રેસ્ટોરન્ટમાં ભોજન કરીને રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...