• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Dwarka Taluka, For The Third Day In A Row, 4 More Positive Cases Were Found Against The Infected, A Total Of 10 Cases, Cases Resumed After A Long Hiatus.

કોરોના બ્લાસ્ટ:દ્વારકા તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ સંક્રમિતો સામે આવ્યાવધુ 4 પોઝિટિવ, કુલ 10 કેસ, લાંબા વિરામ બાદ ફરી કેસો શરૂ

દ્વારકા/ખંભાળિયા/જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાનો આંક ડબલ ડિઝીટમાં પહોંચતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી, લોકોમાં ફફડાટ ફેલાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે કોરોના બ્લાસ્ટ થતા સતત ત્રીજા દિવસે પણ વધુ ચાર પોઝીટીવ કેસ સામે આવ્યા છે જેમાં ત્રણ દિવસમાં જ દશ પોઝીટીવ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જયારે કોરોનાએ ફરી પગરવ કરતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ ડીસેમ્બર બાદ જાન્યુઆરી માસના પ્રારંભ સાથે સતત ત્રીજા દિવસે પણ કોરોના પોઝીટીવ કેસ સામે આવી રહયા છે.જિલ્લામાં એકસાથે દશ કેસના પગલે કોરોના વિસ્ફોટ થતો જોવા મળ્યો છે.

બીજી બાજુ દ્વારકામાં કોરોનાનો આંક ડબલ ફીગરમાં પહોચતા સ્થાનિક લોકોમાં પણ ભય સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહયો છે. જ્યારે દેવભૂમિમાં કોરોનાની રી એન્ટ્રીના કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.દ્વારકાની એક જ સોસાયટીમાં આજે ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે તાલુકામાં પણ એક કેસનો સમાવેશ થાય છે.દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમા આવેલા અને કોરોનાં લક્ષણો ધરાવતા શંકાસ્પદ લોકોના પરીક્ષણની કાર્યવાહી સધન બનાવાઇ રહી છે.

જિલ્લામાં 1413ના ટેસ્ટીંગ, કલ્યાણપુરમાં સૌથી વધુ 505, ખંભાળિયામાં 374 પરીક્ષણ કરાયા
દેવભૂમિ જિલ્લામાં 1413 લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં ભાણવડમાં 337, દ્વારકામાં 197, કલ્યાણપુરમાં 505 અને ખંભાળિયામાં 374 લોકોના ટેસ્ટ કરાયા હતા. આ અંગે આરોગ્ય અધિકારી ડો.રાજ સુતારીયાએ જણાવ્યું હતું કે, દ્વારકામાં આજે વધુ 4 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં એક પાંચ વર્ષનો બાળક અને એક અગાઉ પોઝિટિવ આવેલ દર્દીના સગા છે.બે અન્ય નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આરોગ્ય તંત્રએ ટેસ્ટિંગ વેગવંતું બનાવ્યું છે.

દ્વારકામાં રેપિડ ટેસ્ટમાં વધુ અડધો ડઝન પોઝિટિવ
દ્વારકા તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલા રેપિડ ટેસ્ટમાં અડધો ડઝનથી વધુ લોકો પોઝીટીવ આવ્યા હોવાનુ સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.જોકે, આ તમામના આરટીપીસીઆર ટેસ્ટ માટે તજવિજ કરાઇ છે. જે રીપોર્ટ સંભવત કાલે આવશે.

અન્ય સમાચારો પણ છે...