તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:દ્વારકા તાલુકામાં કાર્ડધારકો રાશન વિહોણાં, શ્રાવણ માસના તહેવાર ટાંકણે જ કાર્ડધારકોના રાશનના માલ માટે ધરમ ધક્કા થતા ઉહાપોહ

જામનગર/દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા તાલુકામાં રાશનની 53 દુકાનો પૈકી ઓગષ્ટ માસમાં ત્રણ દુકાનને જ માલ આપવામાં આવતા બાકી રહેલા 50 દુકાનદારો હજુ સુધી માલ ન મળતા મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને રાશનનો માલ આપવાની માંગ કરી હતી.હાલ ગોડાઉનમાં અનાજનો જથ્થો હોવા છતાં પણ વિતરણ કરવામાં ક્યાંકને ક્યાંક ખામી રહી હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.શ્રાવણી તહેવારો પુર્વે હજુ સુધી સુધી કાર્ડધારકોને રાશન ન મળતા ઉહાપોહ મચ્યો હતો.

હાલ શ્રાવણ માસમાં તહેવારોની વણઝાર ચાલી રહી છે ત્યારે ગરીબ વર્ગ હજુ રાશનની દુકાને અનાજ માટે ધકકા ખાઇ રહયા છે.બીજી બાજુ સસ્તા અનાજના દુકાનદારોના જણાવ્યા મુજબ તેઓને અનાજનો જથ્થો મળ્યો નથી.જે મુદદે તમામ દુકાન માલિકો આજે દ્વારકા મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને રાશનકાર્ડના માલ આપવાની માંગ કરી હતી.જેને હાલ ઘઉંનો જથ્થો આવ્યો ન હોવાથી તેમજ ટેકનિકલ ખામીના હિસાબે દુકાનદારોને માલ આપવામાં આવ્યો ન હોવાનુ તંત્ર દ્વારા જણાવાયુ હતુ.

સામાન્ય રીતે દર તા.11ની આસપાસ રાશનનુ વિતરણ શરૂ કરાય છે.જે હજુ તા.24 સુધી કરાયુ નથી.શ્રાવણ માસના તહેવારો ટાંકણે જ ગરીબ અને મધ્યમ વર્ગને રાહતભાવનુ રાશન ન મળ્યુ હોવાથી કાર્ડધારકોમાં આક્રોશ છવાયો હતો.આ અંગે તંત્ર એક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહયા હોવાનો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...