કોરોના અપડેટ:દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, વધુ 10 કેસ, યાત્રાધામમાં જ 8 કેસ, તંત્ર દોડતું થયું

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કોરોના ડબલ ડીઝીટમાં રહયો હતો જેમાં વધુ દશ કેસ નોંધાયા હતા. દેવભૂમિ જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા દશ કેસ પૈકી આઠ કેસ તો દ્વારકા શહેરમાં જ સામે આવ્યા છે.જયારે તાલુકાના વરવાળા પંથકમાં એક કેસ નોંધાયો છે.મુખ્ય મથક ખંભાળિયામાં પણ બીજા દિવસે વધુ એક સંક્રમિત સામે આવ્યા છે.દેવભૂમિ જિલ્લામાં છેલ્લા છ દિવસમાં જ કોરોનાના કેસનો આંક પચાસને પાર કરી ગયો છે.જેના પગલે તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનના કડક પાલન માટે કવાયત શરૂ કરાઇ છે.જેમાં માસ્ક વિહોણા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...