તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:દ્વારકામાં શંખ અને સી ફેનનું ગેરકાયદે વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી ફેન 122 નંગ અને 218 કિલો શંખનો જથ્થો મળી આવ્યો

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર રીતે શંખ અને સી ફેન એટલે ઇન્દ્રજાળને સંગ્રહ કરી અને વેચાણ કરતાં એક ઈસમની ઝડપી પાડવામાં આવ્યો હતો.

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલ ગાંધીનગર ને મળેલ બાતમી ના આધારે અમુક તત્વો ગેર કાયદેસર રીતે વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972 થી રક્ષિત એવા સી ફેન એટલે કે ઈન્દ્ર જાળ અને શંખનો વેપાર લે વેચ કરતા હોઈ જેથી મરીન નેશનલ પાર્ક વિભાગ હેઠળ ના

ફોરેસ્ટ ઓફિસરો ની ટીમ બનાવી જરૂરી તપાસ હાથ ધરતા મીઠાપુર ના બાબલા ક્વાટર તથા આરંભડાના ચોપગી વિસ્તારના દેવીપૂજક ઈસમ વિજય પરમાર પાસે થીકોઈ પણ પાસ પરમીટ વગર સી ફેન 122નંગ અને શંખ 218 કિલો જથ્થો મળી આવ્યો હતો.

મરીન નેશનલ પાર્ક જામનગરના મુખ્ય વન સંરક્ષક તથા નાયબ વન સંરક્ષક ના માર્ગદર્શન હેઠળ મદદનીશ વનસંરક્ષક એન એન જોષી ના નેતૃત્વ હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ જે વાંદા, વાય એમ જાડેજા, ડી એસ વઘાસિયા તથા ચુડાસમા અને સ્ટાફના સિંધિયાભાઈ રાઠોડભાઈ ઉર્મિલાબેન સુનિલભાઈ દેવાભાઈ અજયભાઈ છગનભાઈ ની સ્પેશિયલ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...