ડીટેકશન:દ્વારકામાં દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહમાં ચોરી આચરનાર ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેબલ, ખુરશી, ગાદલા, ટીપોઈ, પલંગ, પાટલા વગેરે માલમતા ઉસેડી જવાઈ’તી
  • આરોપીના મકાનમાંથી ચોરાઉ સામાન પણ કબજે, પકડાયેલા આરોપીની ઘનિષ્ઠ પુછપરછ

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજી મંદિર સંચાલિત બંધ વિશ્રામ ગૃહમાં ધુસીને ટેબલ, ખુરશી, ગાદલા,ટીપોઇ,પલંગ વગેરે મળી રૂ.79 હજારથી વધુની કિંમતના સામાનની ચોરીના પ્રકરણમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને પકડી પાડી તેના મકાનમાંથી અમુક સામાન પણ કબજે કર્યો છે.ઉકત ચોરીને છેલ્લા બે માસના સમય દરમિયાન અંજામ અપાયો હોવાનુ જાહેર થયુ હતુ.પોલીસે પકડાયેલા શખસની આ બનાવ અંગે સઘન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ વિશ્રામ ગૃહ લાંબા સમયથી બંધ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર સંચાલિત બંધ વિશ્રામ ગૃહના બંધ દરવાજાનું તાળું તોડી કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા આશરે છેલ્લા બે માસના સમય દરમ્યાન દિવસ અથવા રાત્રીના સમયે અંદર પ્રવેશી ચોરસ ટેબલ નં-3, લંબચોરસ નાના ટેબલ નં-10, લંબચોરસ મોટા ટેબલ નં-5 તથા પ્લાસ્ટિકની હાથા વગરની ખુરશી નં-250 તથા હાથાવાળી નં-66, પ્લાસ્ટિકની હાથાવાળી ખુરશી નં-100 તથા પ્લાસ્ટિકની ખુરશી હાથાવાળી સોફાટાઈપ નં-47 તથાનાની ટીપાઈ નં-15 તથા મોટી ટીપાઇ નં-9 તથા સિંગલ બેડ પલંગ નં-26 તથા કબાટ સનમાઈકા વાળા નં-3 તથા એક લાકડાનો ઘોડો અને પાંચ લાકડાના પાટલા તેમજ 80 નંગ ગાદલા મળી કુલ રૂપિયા 79600નો માલસામાન કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જતા સમગ્ર બનાવ અંગે ફરિયાદી રસીકકુમાર ધરમશીભાઈ ખાખરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જે પોલીસ તપાસ વેળાએ સીસીટીવી ફુટેજની મદદ મેળવી તસ્કરના સગડ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી જે વેળા એએસઆઇ જનકસિંહ રાણા અને રવિભાઇ નાગેશ સહિતની ટીમને બાતમીદારોના માધ્યમથી ચોરીમાં મુકેશ શ્યામભાઇ પરમારની સંડોવણી હોવાનુ જાણવા મળ્યુ હતુ.આથી પોલીસે તેના મકાનમાં તપાસ હાથ ધરતા ફળીયામાંથી ગાદલા,ખુરશીઓ, સેટી,ટેબલ સહિતનો ચોરાઉ મુદામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે તેની અટક કરી ચોરાઉ સામાન કબજે લઇ તપાસનો દૌર આગળ ધપાવ્યોછે.

અન્ય સમાચારો પણ છે...