તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:દૂધિયા ગામે દીપડો કૂવામાં ખાબક્યો, પાંજરુ, નેટ, રસ્સાની મદદથી બચાવાયો

દ્વારકા / ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દોઢ કલાકની મહેનત પછી ખૂંખાર દીપડો સકંજામાં આવ્યો - Divya Bhaskar
દોઢ કલાકની મહેનત પછી ખૂંખાર દીપડો સકંજામાં આવ્યો
  • કલ્યાણપુર તાલુકાની ઘટના | વનવિભાગની ટીમ અને સ્થાનિક લોકોનું મધરાત્રે રેસ્કયુ ઓપરેશન
  • વાડી માલિકે વનવિભાગનું ધ્યાન દોરતા ટીમ દોડી આવી હતી

કલ્યાણપુરના દૂધિયા ગામે કૂવામાં ખાબકેલો દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે. વનવિભાગની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા મધરાત્રે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દીપડો પાણીમાં હોવા છતાં પાંજરૂં મૂકીને નેટ અને રસ્સા મદદથી બચાવામાં આવ્યો હતો. કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે સાની ડેમ નજીક આવેલા ખેતરના કૂવામાં રવિવારે બપોર બાદ ખુંખાર દીપડો પડી ગયો હતો. ખેત મજુરી કરતો મજૂર કુવામાં પાણી જોવા ગયો ત્યારે કૂવામાં દીપડો હોવાનું ધ્યાને આવતા વાડી માલિક સંજયભાઈ ધ્રાંગુએ વનવિભાગને જાણ કરી હતી.

આથી કલ્યાણપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણી અને કલ્યાણપુરના નોર્મલ રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભાટિયા મરીન વિભાગના કિશનભાઈ, ભીમભાઈ, પોરબંદર વાઈલ્ડ લાઈફ રેન્જના વનપાલ ચૌહાણે વેટરનરી ડોક્ટરની ટીમને સાથે રાખી સંયુકત ઓપરેશન હાથ ધરી કુવામાંથી દીપડાને બહાર કાઢયો હતો. દીપડો પાણીમાં હોવા છતાં પાંજરૂં મૂકીને નેટ અને રસ્સાની મદદથી રાત્રીના 1.30 કલાકે દિપડાને રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...