ધૂમ ઘરાકી:દિવાળીમાં રૂ. 49.2 કરોડના વાહનની ખરીદી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનોમાં ત્રણ મહિનાનું વેઇટિંગ, સ્પેશ્યલ નંબરના બુકિંગના ભાવના રૂ.1000 વધારો થયો
  • બુલેટમાં​​​​​​​ ત્રણ મહિનાનું વેઇટિંગ, સ્પેશ્યલ નંબરના બુકિંગના ભાવના રૂ.1000 વધારો થયો

જામનગરમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે શહેરમાં દિવાળી તથા ધનતેરસના શુભદિને 49.2 કરોડના વાહનની ખરીદી થઈ છે. દિવાળીના પર્વમાં સોના-ચાંદી ઉપરાંત ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, મકાન, દુકાન ખરીદવા માટેનું સૌથી શ્રેષ્ઠ મુરત ધનતેરસ અને દિવાળીના માનવામાં આવતું હોય છે. જામનગરમાં દ્વિચક્રીય વાહનના વિવિધ કંપનીઓના ફુલ 16 જેટલા શો રૂમમાં આવેલા છે. દિવાળીના પર્વમાં આ તમામ શો રૂમમાં લાંબી કતારો જોવા મળી હતી.

વાહનોની ખરીદી બાદ વાહનમાં સ્પેશિયલ નંબર માટે પણ પડાપડી જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને 9 નંબરની માંગ અને જેનો ગાણિતિક સરવાળો 9 થાય તેની ડિમાન્ડ વધુ હોય છે. સામાન્ય રીતે દર વર્ષે તહેવાર પૂર્વે જ સ્પેશિયલ નંબર માટેની માંગતી હોય છે અને નંબર બુકિંગ ભાવમાં પણ વધારો જોવા મળતો હોય છે. ચાલુ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા છતાં પણ લોકોમાં ઈલેક્ટ્રીક બાઈકનો ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો નથી તેમ વાહન શો-રૂમના સંચાલકોએ જણાવ્યું હતું.

45 ટકા ગ્રાહકો ખાસ નંબરની માંગણી કરે છે
સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં 45 ટકા ગ્રાહકો વાહનની નંબર પ્લેટ માટે પોતાના મનપસંદ નંબર, જુની ગાડીનો નંબર, લગ્નની વર્ષગાંઠ, જન્મતારીખ , યાદગાર દિવસની તારીખની પસંદગી કરતા હોય છે. ચાલુ વર્ષે દિવાળી પૂર્વે જ સ્પેશ્યલ નંબરના બુકિંગના ભાવના રૂ.1000 વધારો થયો છે. દર વર્ષે તહેવાર પહેલા નંબર બુકિંગમાં ભાવ વધારો થાય છે. > મહેશભાઈ ચાંદ્રા- વાહન શોરૂમ સંચાલક, જામનગર.

રો-મટીરીયલ અભાવે ચોકકસ વાહનનોમાં વેઇટીંગ
ચાલુ વર્ષે ધનતેરસ અને દિવાળીમાં ગત વર્ષની સરખામણીએ વેચાણ ખૂબ સારૂં થયું છે. પરંતુ અમુક ચોકકસ વાહનોનું ઉત્પાદન રો મટીરીયલ અભાવને ઓછું થઈ રહ્યું છે. આથી આ વાહનોની ડીલેવરી માટે લોકોને ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે તેમ શોરૂમ સંચાલકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...