શોભા:દિવાળીમાં મોર, સુપડા આકાર, હેંગિંગ દીવા ઘરના આંગણાની શોભા વધારશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં રૂ.20 થી 200 માં નાની અને મોટી સાઈઝના અવનવા આકારના દીવા

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચાલુ વર્ષે કોરોના કેસ તળીયે પહોંચતા બજારોમાં દીવાળીની રોનક જોવા મળી રહી છે. અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ એટલે દિવાળી. પરંપરાગત રીતે અગિયારસથી લાભપાંચમ સુધી ઘરના આંગણાને દીવાથી સુશોભિત કરવામાં આવે છે.

આથી દિવાળી પૂર્વે પ્રકાશના પ્રતીક સમાન દીવા સહિતની વસ્તુઓની ખરીદી શરૂ કરી દેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે દીવાઓમાં ઘણી બધી વેરાઇટી જોવા મળી છે. બજારમાં નાની અને મોટી સાઇઝના દીવા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ફાનસ, સુપડું, મોર, કપ સહિતના અવનવા આકાર તથા હેંગિંગ દીવા ધૂમ મચાવી રહ્યા છે. જેના ભાવ રૂ. 20 થી 200 છે, તેમ દીવાના વેપારીઓએ જણાવ્યું છે.

એકસાથે 6 થી 8 દીવા થાય તેની માંગ વધુ
ચાલુ વર્ષે દિવાળીમાં દીવાની અવનવી વેરાઇટી જોવા મળી રહી છે. જેમાં એક સાથે 6 થી 8 દીવા થાય તે દીવાની માંગ વધુ છે. જ્યારે સૂપડું અને મોર સ્ટાઈલ દીવા ખૂબ ટ્રેન્ડમાં છે. આ સિવાય હેંગીગ દીવામાં ફાનસ આકારના દીવા ડિમાન્ડ છે. ઉપરાંત કપ, શંખ, કેરી, સ્વસ્તિક, ફુલવાળા નાના દીવા વધુ વેચાઇ રહ્યાનું વેપારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...